કચ્છ : ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લુ

admin
1 Min Read

કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે.   રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે.   રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે કચ્છના નાના રણમાં જોવા મળે છે.  હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે.  અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે.  જ્યારે  સરકારના વન  વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે  શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે.  આજથી 15 ઓક્ટોબરથી 15  જૂન સુધી અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. છેલ્લા વર્ષોમાં રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.  ગત વર્ષે જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 25,000 થી વધુ પ્રવાસી લોકો આવેલ જેમાં 2500  જેટલા વિદેશી મુલાકાતી પણ આવેલ શિયાળામાં રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે.

Share This Article