કચ્છ : “ક્યાર” વાવાઝોડાએ કચ્છને લપેટમાં લીધું

admin
1 Min Read

“કચાર” વાવાઝોડું કચ્છને પણ પલાળી ગયુ.અંજાર ગાંધીધામ તેમજ જિલ્લાના અનેક ગામોમાં વરસાદના વાવડ આવી રહ્યા છે જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે અંજારમાં 30 એમએમ વરસાદ પડ્યો છે જ્યારે ભુજમાં 6 એમએમ તેમજ ગાંધીધામમાં ત્રણ એમ.એમ વરસાદ પડયો છે જિલ્લાના અનેક સ્થળોમાં વરસાદ ના ઝાપટા પડ્યા છે કચ્છ જિલ્લામાં હાલે વાયરલ તાવના અનેક કેસો બહાર આવી રહ્યા છે અને ડેન્ગ્યુની અસર કચ્છમાં અનેક જગ્યાએ વર્તાય છે ત્યારે આવા વરસાદથી થી રોગચાળાને વધવાની શક્યતા વધી ગઈ છે સાથે સાથે ખેતીવાડી ને પણ વરસાદના ઝાપટાથી નુકસાન થવાનો સંભવ છે દિવાળીની રજાઓમાં હજારો પ્રવાસીઓ કચ્છમાં આવ્યા છે ત્યારે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે અને અને tourist સેન્ટરોમાં તેમનો પ્રવાસ ડિસ્ટર્બ થયો છે ક્યાર વાવાઝોડાને કારણે સમગ્ર કચ્છમાં બે દિવસથી વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું ત્યારે આજે અને જગ્યાએ વરસાદના ઝાપટા પડતા મુશ્કેલીઓ સર્જાઈ છે અને લોકોનું જનજીવન ખોરવાયું છે.

Share This Article