લોકોડાઉનને લઈને ઘાસચારાની અછત

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઈડર પાંજરાપોળ ખાતે લોકોડાઉનને લઈને ઘાસચારાની અછત સર્જાઈ છે. મજુર ન હોવાથી ઘાસચારો પુરતો મળી શકતો નથી.  જેના કારણે પશુઓને ઘાસચારો પણ ઓછો મળી રહ્યો છે. મહત્વનુ છે કે, ઈડર ખાતે આવેલા પાંજરાપોળમાં 1764 જેટલા પશુઓ રાખવામાં આવ્યા છે. તેમના માટે  દરરોજ અહિ ઘાસચારો પશુઓને પુરો પાડવામાં આવે છે.

પરંતુ છેલ્લા કેટલાય સમયથી લોકડાઉનને લઈને ઘાસચારાની થોડી અછત સર્જાઈ છે. શરૂઆતના સમયે વધુ અછત હતી પરંતુ ધઉની સિઝનને લઈને થોડો  ધણુ ઘાસ મળી રહેતા પશુઓને જીવનદાન મળ્યુ છે. તેમજ હાલમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે જે શ્રમિકો વતન પરત પહોચી ગયા છે.  તેણે લઈને શ્રમિકોની અછત ઉભી થઇ છે. ઉપરાંત કોરોનાના ડરે કોઈ શ્રમિકો આવતા નથી.

જેને લઈને હાલમાં ઘાસચારાની અછત સર્જાઈ છે. તો સરકારે જે પશુ દીઠ સબસીડી જાહેર કરી હતી.  તેમાંથી પ્રથમ હપ્તો તો મળી ગયો છે.  પરંતુ અન્ય સબસીડી પણ જલ્દીમાં જલ્દી મળી જાય તો પશુઓને પુરતો ઘાસચારો મળી રહે એવું પાંજરાપોળના મેનેજરનું માનવું છે.

Share This Article