ઉત્તર પ્રદેશના ઈટાવા સ્થિત લાયન સફારી પાર્ક

admin
1 Min Read

જે લોકોને વાઈલ્ડ લાઈફ માણવાનો શોખ હોય, વન્ય પશુઓને નજીકથી જોવા ઈચ્છતા હોય તેવા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાં લાયન સફારી પાર્ક ખોલવામાં આવ્યો છે. ઈટાવા સફારી પાર્કમાં લગભગ 74 જેટલા પ્રાણીઓ છે જેમાં સિંહ ઉપરાંત, દીપડા, હરણ, રીંછ સામેલ છે. પાર્કમાં ગુજરાતમાંથી સિંહ લાવવામાં આવ્યા છે. જોકે, ઈટાવા લાયન સફારી પાર્ક ખોલવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, અહીં પ્રવાસીઓને કંઈક નવું જોવા ચોક્કસ મળશે. ઉલ્લેખનીય છે કે, લાયન સફારી ખૂલતાં પહેલાં અહીં મણિપુરી ડાન્સિગ ડિયર લાવવામાં આવશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ તેની મંજૂરી આપી દીધી છે. સફારીના ડિરેક્ટર ડો. વીકે સિંહના જણાવ્યા મુજબ, લાયન સફારી ખોલતા પહેલાં અહીં ગુવાહાટીથી મણિપુરી ડાન્સિંગ ડિયર લાવવામાં આવશે. લાયન સફારીમાંથી 8 બ્લેક બક આપીને 8 મણિપુરી ડાન્સિંગ ડિયર લાવીને અહીં વસાવવામાં આવશે. લાયન સફારી ખોલવાનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે. ત્યાંથી પરવાનગી મળતાં જ તેને પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.

 

 

Share This Article