વરસાદના કારણે સુરત કાપડ બજારને નુકશાન

admin
1 Min Read

દેશના વિવિધ ભાગોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જેની સીધી અસર સુરતના કાપડ બજાર પર જોવા મળી છે. દક્ષિણ અને ઉત્તર ભારતમાં થયેલા વરસાદને લઈને આ વર્ષે સુરતના કાપડ વેપારીને 3 હજાર કરોડથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  હાલમાં તહેવારની સિઝન શરૂ થઇ છે તેવામાં દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યું છે. તેની સીધી અસર સુરતના કાપડ માર્કેટમાં જોવા મળી રહી છે.

કારણકે વરસાદ આવતા તામિનલડું, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં આવનારા તહેવારને લઈને આપવામાં આવેલા કાપડના મોટાભાગના ઓડર કેન્સલ થઇ ગયા છે. જેને લઈને કઈ શકાય કે સુરતના વેપારીઓને મંદી વચ્ચે જે વેપારની આશ દેખાતી હતી તે તૂટી ગઈ છે.અત્યાર સુધીમાં કહી શકાય કેવેપારીઓને  3 હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગામી તહેવારની પણ વેપારીએ તૈયારી કરી છે તેવામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં આ વર્ષે કાપડની માંગ ઘટતા વેપારીને કમાવાની જગ્યા પર ગુમાવાનો વારો આવ્યો છે. કારણકે એકતો મંદી અને તેમાં પણ કુદરતી હોનારતને પગલે વેપારીઓને ભારે નુકસાન જશે.

Share This Article