દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. 1 જૂનના રોજ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ વખતે ઓઈલ કંપનીઓએ 4 જુલાઈએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ વખતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં 7 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે 1 જુલાઈએ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,773 રૂપિયાના બદલે 1,780 રૂપિયામાં મળશે. એટલે કે હવે આ માટે તમારે પહેલા કરતા 7 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સમાચાર લખાય છે ત્યાં સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર નવી કિંમત જાહેર કરવામાં આવી નથી. સમાચાર એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે દિલ્હીમાં માત્ર રૂ.1103ની જૂની કિંમતે ઉપલબ્ધ થશે.
ચાર મહિના પછી 7 રૂપિયા
છેલ્લા ચાર મહિનાથી સતત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપવામાં આવી રહી છે. પરંતુ આજથી ભાવમાં નજીવો વધારો થયો છે. 1 માર્ચ, 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. તે પછી એપ્રિલમાં તે ઘટીને 2028 રૂપિયા, મેમાં 1856.50 રૂપિયા અને 1 જૂને 1773 રૂપિયા થઈ ગયો. હવે ચાર મહિના બાદ સિલિન્ડરની કિંમતમાં રૂ.7નો વધારો થયો છે.
મેટ્રો શહેરોમાં 1 જૂનના રોજ ગેસ સિલિન્ડરના દરો
દિલ્હી —- રૂ 1773
કોલકાતા —- રૂ. 1895.50
મુંબઈ —- રૂ. 1733.50
ચેન્નાઈ —- રૂ 1945
