લુણાવાડા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર,ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસએ ટીકીટ આપી

admin
1 Min Read

વિધાનસભા પેઠા ચુંટણી  માટે કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારોનાં નામ ફાઈનલ કરી લીધાં છે. આ ચાર બેઠક છે અમદાવાદની અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર અને બાયડ. અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલનું નામ નક્કી કર્યું છે અને લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઈનલ કર્યું છે.

રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રઘુ દેસાઈને ઉતાર્યા છે. તો શકે છે કોંગ્રેસ. તો કોંગ્રેસે અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર જશુભાઈ પટેલને ટિકીટ આપી છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને પ્રદેશ કમિટીમાંથી ફોન આવ્યો હતો. તેઓને કોંગ્રેસના મેન્ડેટ મેળવવા 7 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. જેથી રઘુભાઈ દેસાઈ અમદાવાદ જવા નીકળ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં મહીસાગરની લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી ફોર્મ ભરવા તૈયાર રહેવાનું કહેતાં તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી છે. લુણાવાડા બેઠક પર કોંગ્રેસે ઉજવણી શરૂ કરી છે.

Share This Article