મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન

admin
1 Min Read

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું મંગળવારે વહેલી સવારે નિધન થયુ છે. 85 વર્ષીય લાલજી ટંડન છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. જેમની લખનઉમાં સારવાર ચાલી રહી હતી. લાલજી ટંડનના નિધન અંગેની તેમના પુત્ર આશુતોષે પુષ્ટી કરી હતી.

(File Pic)

લાલજી ટંડન છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાના કારણે મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર આનંદીબેન પટેલને સોંપવામાં આવ્યો હતો. લાલજી ટંડનના નિધન અંગેના અહેવાલ સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

મહત્વનું છે કે, લાલજી ટંડનની મેદાંતા હોસ્પિટલમાં અંદાજે છેલ્લા દોઢ મહિનાથી સારવાર ચાલી રહી હતી. લાલજી ટંડનની કીડની અને લિવરમાં તકલીફ હતી ત્યારે બાદ તેમને દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે ગત મોડી રાત્રે તેમની તબિયત વધુ લથડતા તેમને ફુલ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનું નિધન થયુ હતું. લાલજી ટંડનને 2018માં બિહારના ગર્વનર બનાવામાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓને 2019માં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. લખનઉમાં લાલજી ટંડનની લોકપ્રિયતા સમાજના દરેક વર્ગમાં હતી. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના ઘણા નજીક અને મહત્વના સહયોગી હતા.

Share This Article