સિમ્પલ આઉટિંગ, એરપોર્ટ લુક, જિમ, હોલીડે, રેમ્પ વોક હોય કે ગ્લેમરસ ફોટોશૂટ હોય… મલાઈકા અરોરા દરેક લુકમાં સુપરહિટ છે. મલાઈકાની ટ્રેડીશનલ લુકમાં કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાંની એક તસ્વીરમાં મલાઈકાએ એમ્બ્રોઇડરીવાળા કટ વર્ક બ્લાઉઝ અને ક્રીમ રંગની ફ્રીલ્સ સાડી પહેરી હતી. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે
આ સિવાય ફોટોશુટના દરેક ટ્રેડીશનલ લુકમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે. મલાઈકાની આ તસવીરોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં મલાઈકા તેની કેટલીક ગ્લેમરસ તસવીરોને કારણે ખૂબ ટ્રોલ થઈ ગઈ હતી, જે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. જયારે હાલમાં જ મલાઈકા એક ઇવેન્ટમાં સુંદર વ્હાઇટ ગાઉનમાં જોવા મળી હતી.
મલાઇકા આજકાલ તેના અર્જુન કપૂર સાથે ડેટિંગના કારણે સમાચારોમાં રહે છે. અર્જુન કપૂરના જન્મદિવસ પર બંને ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ પછી પણ બંને રજા પર સાથે હતા. ઘણીવાર બંને ઇવેન્ટ્સ અને પાર્ટીમાં પણ એક સાથે જોવા મળે છે.