મલિંગા સ્ટાઈલમાં બોલિંગ કરે છે પતિરાના

admin
1 Min Read
CANBERRA, AUSTRALIA - FEBRUARY 14: Sachith Pathirana of Sri Lanka poses during a Sri Lanka headshots session at the Realm Hotel on February 14, 2017 in Canberra, Australia. (Photo by Mark Kolbe/Getty Images)

પોતાની અવનવી બોલિંગના કારણે ક્રિકેટ જગતમાં નામના મેળવનાર શ્રીલંકાનો બોલર મલિંગા પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરીયરના અતિંમ ચરણોમાં છે. મલિંગાએ ગત મહિને  વન-ડે માંથી નિવૃતિ જાહેર કરી હતી. અને ટેસ્ટમા તેણે અગાઉથી જ નિવૃતિ જાહેર કરી છે. હાલમાં મલિંગા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓમા વ્યસ્ત છે. પરંતુ ટી-20 ફોર્મેટ માંથી નિવૃતિ લીધા બાદ ટીમને મોટો ફટકો પડી શકે છે. જોકે શ્રીલંકા ટીમ માટે વધુ ચિંતાનું કારણ નહીં રહે કારણ કે શ્રીલંકા ટીમને આગામી સમયમાં મળી શકે છે જુનિયર મલિંગા.

કારણ કે હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવા બોલર મલિગાની સ્ટાઈલમાં બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. જેની સામે બેટ્સમેન ઘુટણીએ પડી ગયા હતા. આ શ્રીલંકન બોલરનું નામ મતીશા પતિરાના છે મળતી માહિતી અનુસાર આ બોલર શ્રીલંકાના કેન્ડીમાં ત્રિનિટી કોલેજ તરફથી ક્રિકેટ રમે છે. તેની એકશન બીલકુલ લસિથ મલિંગા જેવી છે. 17 વર્ષીય મતીશાએ ત્રિનિટી કોલેજ તરફથી પોતાની પ્રથમ મેચમાં 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી. મતીશાની બોલિંગનો બેટ્સમેન પાસે કોઈ પણ જવાબ ન હતો.

 

Share This Article