ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી ખરીદેલી પ્રોડક્ટ્સ બદલાઈ જવા, ખોટી પ્રોડક્ટ્સ આવવાના કે આવા કૌભાંડો નવા નથી, પરંતુ હવે એક કિસ્સાએ બધાને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટ ફેસ્ટિવ સેલ દરમિયાન, એક ગ્રાહકે રૂ. 1 લાખની કિંમતનું સોની ટીવીનો ઓર્ડર આપ્યો. બૉક્સની ડિલિવરી યોગ્ય રીતે થઈ હતી પરંતુ બૉક્સની અંદરથી કોઈ અન્ય બ્રાન્ડનું ટીવી બહાર આવ્યું હતું.
ગ્રાહકે દાવો કર્યો છે કે તેણે સોની ટીવીનો ઓર્ડર આપ્યો હતો જે વેચાણમાં ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતું, જેથી તે ICC મેન્સ ODI વર્લ્ડ કપ ક્રિકેટ મેચો મોટી સ્ક્રીન પર જોઈ શકે. તેમને આ ટીવીની ડિલિવરી પણ સમયસર મળી ગઈ અને માત્ર સોની ટીવીનું બોક્સ મળ્યું. જો કે બાદમાં તે જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો કે અંદર અન્ય બ્રાન્ડનું સસ્તું ટીવી રાખવામાં આવ્યું હતું.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર અનુભવ શેર કર્યો
ફ્લિપકાર્ટ પરથી ખરીદી કર્યા બાદ ગ્રાહકે આર્યન નામના X એકાઉન્ટમાંથી પોતાનો અનુભવ શેર કર્યો છે. પોસ્ટમાં, યુઝરે લખ્યું, “મેં 7મી ઓક્ટોબરે ફ્લિપકાર્ટ પરથી સોની ટીવીનો ઓર્ડર આપ્યો હતો, જેની ડિલિવરી 10મી ઑક્ટોબરે થઈ હતી. 11મી ઑક્ટોબરે સોની ઇન્સ્ટોલેશન એક્સપર્ટ આવ્યા હતા અને તેમણે પોતે ટીવીનું બૉક્સ ખોલ્યું હતું.”
I had purchased a Sony tv from @Flipkart on 7th oct, delivered on 10th oct and sony installation guy came on 11th oct, he unboxed the tv himself and we were shocked to see a Thomson tv Inside Sony box that too with no accessories like stand,remote etc 1/n pic.twitter.com/iICutwj1n0
— Aryan (@thetrueindian) October 25, 2023
ગ્રાહકના જણાવ્યા મુજબ, કંપનીના ઇન્સ્ટોલેશન નિષ્ણાત પણ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે બોક્સની અંદર થોમસન બ્રાન્ડનું ટીવી રાખવામાં આવ્યું હતું. આ સિવાય ટીવી સાથે સ્ટેન્ડ કે રિમોટ જેવી કોઈ એસેસરીઝ મળી નથી. ગ્રાહકે અનબોક્સિંગ ફોટા પણ શેર કર્યા છે અને કહ્યું છે કે તેણે તરત જ ફ્લિપકાર્ટ ગ્રાહક સંભાળને આ બાબતની જાણ કરી.
ફ્લિપકાર્ટ તરફથી કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે
ગ્રાહકના કહેવા પ્રમાણે, તેણે કસ્ટમ કેરની માંગ પર ઘણી વખત ટીવી અને બોક્સના ફોટા અપલોડ કર્યા, પરંતુ દરેક વખતે તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું. એવો દાવો કરવામાં આવે છે કે અગાઉ સોલ્યુશનની તારીખ 24મી ઓક્ટોબર બતાવવામાં આવી હતી પરંતુ પહેલા કેસ 20મી ઓક્ટોબરે સોલ્વ દર્શાવવામાં આવ્યો હતો અને બારમાં તેની તારીખ 1લી નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. ફ્લિપકાર્ટે આ મામલે કોઈ જવાબ આપ્યો નથી.