મન કી બાતમાં પીએમ મોદીએ આડકતરી રીતે કર્યો ચીન પર પ્રહાર

admin
1 Min Read

ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પીએમ મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા..તેમણે સંબોધનમાં ચીન સામે ચાલી રહેલા વિવાદને લઈને કહ્યું કે આફતોની વચ્ચે આપણા અમુક પાડોશી દેશો, જે કરી રહ્યા છે દેશ તે પડકારોનો સામનો કરી રહ્યો છે.

મન કી બાતમાં LAC  પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતની ભુમી પર નજર રાખનાર લોકોને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.  તેમણે આ દરમિયાન લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને દેશને તેમના પર ગર્વ છે તેમ જણાવ્યું હતું.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે , સંકટ ભલે ગમે તેટલું મોટું હોય પણ ભારતના સંસ્કાર આપણને વિશ્વાસ અપાવે છે. તેમણે જણાવ્યું કે ારતે દુનિયાભરની મદદ કરી છે. દુનિયાએ ભારતની વિશ્વ બંધુત્વની ભાવનાને મહેસૂસ કરી છે. દુનિયાએ ભારતની તાકાત અને પ્રતિબદ્ધતાને પણ જોઈ છે.

પીએમ મોદીએ મન કી બાતમાં વાવાઝોડા, તીડના આતંક અને દેશમાં કેટલાક ભાગોમાં આવેલ ભૂકંપના આંચકા અંગે પણ વાત કરી હતી…આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 જૂનના રોજ દેશવાસીઓ પાસેથી પોતાના આ રેડિયો કાર્યક્રમ માટે સૂચનો મંગાવ્યાં હતાં..

Share This Article