ભારતની પૂર્વ મિસ વર્લ્ડ માનુશી છિલ્લર શનિવારે મુંબઇમાં થયેલા GQ અવૉર્ડ્સમાં હાજરી આપવા પહોંચી હતી. દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શૅર કરી જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.માનુશીએ આ એવૉર્ડ ફંક્શન દરમિયાન ગ્રીન કલરનું વનપીસ પહેર્યું હતું સાથે હાથમાં સરસ મજાની એક ડાયમંડ રિન્ગ પહેરી હતી અને આ વનપીસ બોટલ ગ્રીન જેવા કલરનું અને વી શેપ્ડ નેકલાઇન ધરાવતું હતું.
દરમિયાન માનુષીએ ખૂબ જ મિનિમલ મેકઅપ કર્યો હતો.જણાવીએ કે GQ એવોર્ડ્સમાં માનુશીએ મીડિયા સાથે વાતચીત કરી અને તે બોલીવુડમાં પોતાના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઇ રહી છે તે જણાવ્યું હતું. જો કે હજી સુધી માનુશીએ કોઇપણ પ્રૉજેક્ટ સાઇન કર્યો નથી. સોશિયલ મીડિયા પર માનુશીની આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં ચર્ચા હતી કે મિસ વર્લ્ડ આ વર્ષે બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.બંટી ઔર બબલી ફિલ્મમાં બબલીનું પાત્ર ભજવવા માટે માનુષીના નામ વિશે વિચાર થઈ રહ્યો છે. માનુષી આ પહેલા એક એડમાં પણ કામ કરી ચૂકી છે અને હજી સુધી મેકર્સ દ્વારા બબલીના પાત્ર માટે કોઇપણ નામ નક્કી કરવામાં આવ્યું નથી.