આમોદમાં ખેતીવાડી બજાર સમિતિ ખાતે યોજાઈ મીટીંગ, ખેડૂતોએ કપાસ લેવાની વ્યવસ્થા માટે કરી રજૂઆત

admin
1 Min Read

હાલમાં ભરૂચ જિલ્લામાં માત્ર પાલેજ ખાતે લહેરી જીનમાં જ સીસીઆઈ તરફથી કપાસ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આમોદ પંથકના ખેડૂતોને કપાસ આપવા માટે પાલેજ જવું પડે છે. તેમજ ત્યાં કક્કાવારી પ્રમાણે કપાસ લેવામાં આવતો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. જેથી આમોદ ખેતીવાડી ઉત્પાદન સમિતિ ખાતે ખેડૂતોની સેક્રેટરી તેમજ વિસ્તરણ અધિકારીની હાજરીમાં બેઠક મળી હતી.

જેમાં આમોદ તાલુકાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, લહેરી જીનમાં દરેક ગામના ભાગે પડતા ત્રણ થી ચાર ટ્રેક્ટર કપાસના લેવાય તેવી વ્યવસ્થા કરવા ખેતીવાડી સમિતિના સેક્રેટરીને રજુઆત કરી હતી. જેથી ગામવાર ફાળવેલા સાધનની ગોઠવણ ગ્રામ આગેવાન ખેડૂત જાતે કરશે. આ ઉપરાંત ખેડૂતોની મીટિંગમાં આમોદ તાલુકાના સરભાણ તેમજ દોરા ગામ ખાતે પુનઃ જીન ચાલુ કરવાની માંગ કરી હતી.

Share This Article