ગુજરાત વિધાનસભા સત્ર પૂર્વે 20મીએ ભાજપ ધારાસભ્યોની બેઠક

admin
1 Min Read

ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે પહેલી વાર કોઈ પણ મંત્રીના મુલાકાતીને વિધાનસભામાં પ્રવેશ નહીં અપાય. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ વખતે વિધાનસભામાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભામાં કુલ 171 ધારાસભ્ય છે, જેમાથી 92 ધારાસભ્ય નીચે હશે. તો 79 ધારાસભ્યોને ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે 21થી 25 સપ્ટેમ્બર સુધી ટુંકાગાળાનું સત્ર મળવાનું છે. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કરેલા કડક નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. નિયમોને ધ્યાનમાં રાખતા ભાજપના તમામ ધારાસભ્યોના કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવશે તેવો નિર્ણય પણ રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયો છે.

સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષે કરેલા કડક નિયમોનું ચુસ્ત પાલન કરે તે માટે 20 સપ્ટેમ્બરે મહત્વની બેઠક મળશે જેમાં તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તે અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ વર્ષે પ્રથમ વખત શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે. ત્યારે આ માટે એક બેઠક પણ મળશે. સત્રના અંતિમ દિવસે બે શ્રેષ્ઠ ધારાસભ્યોને 1100 ગ્રામ ચાંદીની પ્લેટ સાથેનો એવોર્ડ અપાશે.

Share This Article