સુરત શહેરમાં ઈદે-મિલાદ નિમિત્તે શાંતિ-સમિતિની મિટિંગ યોજાઈ હતી. શહેરના રસ્તા ઉપર શાંતિ પુર્વક જુલુસ પસાર થાય તે બાબતે કેટલાક સુચનો અપાયા છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામ ધર્મના મહાન પેગમ્બર અને સમગ્ર વિશ્વ માટે શાંતિનો સંદેશો આપનાર મોહમ્મદ સાહેબના જન્મ દિવસ નિમિત્તે નીકળતા જુલુસ કોમી એકતા, સદભાવના અને ભાઈચારા સાથે શાંતિના વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની એક મીટીંગ યોજાઈ હતી. આવનાર ઈદે-મિલાદના તહેવારને ધ્યાને લઈ સુરત સિરતુન્નબી કમિટી અને જશને ઈદે મિલાદુન્નબી કમિટી સાથે પોલીસે શાંતિ-સમિતિની મિટિંગ બોલવી હતી. ઈદે-મિલાદના દિવસે મુસ્લિમ સમાજના ભાઈઓ મહોમ્મદ પેગમ્બર સાહેબના જન્મ દિવસે પેગમ્બર સાહેબના સંદેશાને લોકો સુધી પહોંચાડવા જુલુસ નીકળતા હોય છે. જે જુલુસ કોમી-એકતા, સદભાવના અને શાંતિ સાથે પુર્ણ કરવા કેટલાક સુચનો આપ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -