કોરોના વાયરસ સામેના યુદ્ધમાં વિશ્વનાયક બન્યા મોદી

admin
1 Min Read
New Delhi: Prime Minister Narendra Modi greets a gathering during ET Global Business Summit 2020, based on theme ‘Collaborate to Create: Sustainable Growth in a Fractured World', in New Delhi, Friday, March 6, 2020. (PTI Photo/Kamal Kishore)(PTI06-03-2020_000230B) *** Local Caption ***

કોરોનાને હંફાવવામાં જે નેતાઓ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી આગળ પડતા જોવા મળી રહ્યાં છે અને જેને લઈને દુનિયા તેમની ફેન બની રહી છે. 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધી અમેરિકામાં કરાયેલા એક સર્વેમાં પીએમ મોદી સતત સૌથી આગળ જોવા મળ્યાં..

આ સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પાછળ જોવા મળ્યાં.અમેરિકી એજન્સી દ્વારા કરાયેલા સર્વેમાં દુનિયામાં દહેશત ફેલાવનારી મહામારીને રોકવાના મામલે પીએમ મોદી સૌથી આગળ છે. અમેરિકામાં રહેતા તમામ દેશોના નાગરિકોની વાતચીતના આધારે આ સર્વે કરાયો હતો.

અમેરિકી એજન્સીએ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં પૂછવામાં આવ્યું કે કોરોનાને રોકવામાં દુનિયાના કયા નેતા સૌથી આગળ છે. સર્વે મુજબ પીએમ મોદીને સૌથી વધુ લોકોએ પસંદ કર્યા. 1 જાન્યુઆરીથી 14 એપ્રિલની વચ્ચે વાતચીતના આધારે આ સર્વે કરવામાં આવ્યો હતો.

જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધી પીએમ મોદી સતત સર્વેમાં આગળ રહ્યાં, જ્યારે બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે. ત્રીજા નંબરે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન છે.

સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી નીચે રહ્યાં.19 માર્ચના રોજ જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યૂની અપીલ કરી તો તેની ભારે અસર જોવા મળી હતી. ત્યારબાદ 24 માર્ચે તેમણે લોકડાઉન પર મોટો નિર્ણય લીધો. સતત બેઠકોનો દોર ચાલ્યો અને અનેકવાર દેશને સંબોધન કર્યું તથા દેશવાસીઓને વિકટ પરિસ્થિતિમાં લડવાનું શીખવાડ્યું.

Share This Article