ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી મોદી લહેર

admin
1 Min Read

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની રાજકીય ક્ષેત્રેતો બોલબાલા જોવા મળી જ રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેમની બોલબાલા જોવા મળી રહી છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોવર્સની સંખ્યા વધીને 3 કરોડ થઈ ગઈ છે. આ સાથે જ તેમણે ઈંન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને પાછળ છોડી  વિશ્વમાં સૌથી વધુ ફોલોવર ધરાવનારા વ્યક્તિ બની ગયા છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતા હોય છે. અને સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકો સાથે કનેક્ટ પણ રહે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર પર 50 મિલિયન કરતા પણ વધુ ફોલોવર્સ થઈ ગયા છે. જ્યારે ફેસબુકમાં 44 હજાર મિલિયન લોકો તેમને ફોલો કરે છે. જણાવી દઈએ કે ટ્વીટરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં 65.7 મિલિયન ફોલોવર્સ સાથે નરેન્દ્ર મોદી કરતા આગળ છે.

Share This Article