થોડા જ મહિનાઓમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમની કામગીરી પૂર્ણ થઈ જશે. અને અમદાવાદીઓને વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળશે. આ સ્ટેડિયમનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટૂંક જ સમયમાં કરવામાં આવશે. હાલમાં આ સ્ટેડિયમની કામગીરી પૂર્ણ કરવા માટે એન્જિનિયર્સ દિવસ-રાત એક કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે મોટેરાનાં સ્ટેડિયમના નવા નિર્માણ વિશે વિચાર મુક્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેડિયમનું 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્ટેડિયમમાં માત્ર ખુરશી, મેદાન અને ક્રિકેટ પીચનું કામ બાકી રહ્યું છે. જે થોડા દિવસેમાં પૂર્ણ થઇ જશે. મહત્વનું છે કે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. જે હાલનાં સૌથી મોટા મેલબોર્ન સ્ટેડિયમ કરતા પણ મોટું છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ કરતા પણ વધુ દર્શકોની બેઠક ક્ષમતા છે. આ સ્ટેડિયમનાં નિર્માણમાં અંદાજે રૂ.1100 કરોડનો ખર્ચ થયો છે. આગામી 2020માં રમાનારી IPLની મેચમાં જે ટીમ ઈચ્છશે તેને હોમ ગ્રાઉન્ડ તરીકે મોટેરાનું આ સ્ટેડિયમ આપવામાં આવશે. સ્ટેડિયમમાં 55 રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઓલિમ્પિક્સ સાઈઝનો સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -