મોદીએ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

admin
1 Min Read

રામ મંદિર આંદોલનના રથયાત્રી અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી તેમનો 92મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે એલકે અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અડવાણીને સ્કોલર, સ્ટેટ્સમેન અને દેશના સૌથી વધુ સન્માનિત નેતાઓમાંના એક ગણાવ્યા હતા. તેમણે એકબાદ એક ત્રણ ટ્વીટમાં અડવાણીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, નાગરીકોને સશક્ત કરવા બદલ લાલકૃષ્ણ અડવાણીના યોગદાનને હંમેશા ભારત યાદ રાખશે. હું તેમને જન્મદિવસ પર શુભેચ્છા આપું છું અને તે દીર્ઘાયુ થાય તેવી પ્રાર્થના કરું છું. આપને જણાવી દઈએ કે, 1990માં રામજન્મભૂમિ આંદોલન અંતર્ગત સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢનાર અડવાણી આખી ચળવળનો મુખ્ય ચહેરો હતા. સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, શિવરાજસિંહ ચૌહાણ, અનંત કુમાર, અરુણ જેટલી જેવા દિગ્ગજ નેતાઓના મેન્ટર રહેલા લાલકૃષ્ણ અડવાણી વાજપેયી સરકારમાં ઉપવડાપ્રધાન હતા.

Share This Article