ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળશે મૃણાલ ઠાકુર

admin
1 Min Read

સુપર 30’ અને ‘બાટલા હાઉસ’ ફિલ્મ બાદ મૃણાલ ઠાકુર હવે કરણ જોહરની ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દેખાશે. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પરની એન્થોલોજી ફિલ્મ છે. જેમાં કરણ જોહરની ફિલ્મમાં મૃણાલ ઠાકુરને કાસ્ટ કરવામાં આવી છે. મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર ક્લેપબોર્ડનો ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘આ ખરેખર એકદમ ખાસ છે. થેન્ક યુ કરણ જોહર.ઘોસ્ટ સ્ટોરીઝ સિવાય મૃણાલ ફરહાન અખ્તર સ્ટારર ફિલ્મ ‘તૂફાન’માં પણ જોવા મળશે જે એક સ્પોર્ટ્સ ડ્રામા છે.

ઉપરાંત તે ‘નેટફ્લિક્સ’ની વેબ સિરીઝ ‘બાહુબલી: શુરુઆત સે પહલે’માં પણ જોવા મળશે…..લસ્ટ સ્ટોરિઝ’ બાદ કરણ જોહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી આ ચારેય ડિરેક્ટર્સ ફરી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પર કામ કરી રહ્યાં છે. કરણ જોહરની ફિલ્મમાં તેણે ઇન્ટરનેટ સેન્સેશન કુશકાને પણ કાસ્ટ કરી છે. આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરવાના છે.

Share This Article