વરિષ્ઠ ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે કરી ધરપકડ, લગાવ્યા આ આરોપ….

admin
1 Min Read

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની બુધવારે સવારે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 53 વર્ષીય એક ઈન્ટીરીયર ડિઝાઈનર અને તેમની માતાના આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે. અર્નબની ધરપકડ બાદ ભારે ખળભળાટ મચ્યો છે.

તો બીજીબાજુ રિપબ્લિક ટીવીએ દાવો કર્યો છે કે અર્નબની એવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે જે પહેલાથી જ બંધ કરી દેવાયો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અર્નબ ગોસ્વામીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસે સવારે તેમના ઘરમાં ઘુસી તેની સાથે ઝપાઝપી પણ કરી હતી.

આપને જણાવી દઈએ કે, ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી. આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.

Share This Article