અઢી હજાર વર્ષથી કોફિનમાં બંધ MUMMY આવ્યું બહાર…જુઓ સમગ્ર ઘટનાનો વિડિયો

admin
1 Min Read

ઇજિપ્તમાં પુરાતત્વવિદોએ દર્શકોની સામે લાઈવ એક પ્રાચીન મમીનું કોફિન ખુલ્લુ મુક્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ચાલુ વર્ષની શરૂઆતમાં 59 સીલબંધ કોફિન મળ્યા હતા. જે પૈકી એક કોફીનને ડઝન કરતા વધારે લોકો સમક્ષ ખોલવામાં આવ્યું હતું.

આ સરકોફેગીમાં ઇજિપ્તનું એક મોટું, પ્રાચીન કબ્રસ્તાન છે જે પ્રાચીન શહેર મેમ્ફિસના નેક્રોપોલિસ તરીકે સેવા આપે છે. ઇજિપ્તની પર્યટન અને પ્રાચીન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઈજિપ્તના સાક્કારા નામના વિસ્તારના પુરાતત્વ ક્ષેત્રમાં દફન કૂવાઓની અંદરથી આ લાકડાની 59 કોફિન મળી આવી હતી.

લાકડાની શવપેટી સારી સ્થિતિમાં છે અને તેમાં ઇજિપ્તના પાદરીઓ, સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો અને અન્ય વરિષ્ઠ લોકોનો મૃતદેહ છે. આ કૉફિન પૈકી એક ખોલવામાં આવ્યું હતું કારણકે તે આજથી લગભગ 2500 વર્ષ પહેલા સીલ કરવામાં આવ્યું હતું. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કૉફિનની અંદર એક મમી જોવા મળી રહ્યું છે. એક ઈન્ટરનેશનલ મેગેઝિનના જણાવ્યા મુજબ પોપ સંસ્કૃતિ અને લોકકથાઓની ધારણાઓ મુજબ મમીનું કૉફિન ખોલતા મૃત્યુ અને અભિશાપ બહાર આવે છે.

Share This Article