રામ મંદિરના ભૂમિ પૂજન બાદ મુસ્લિમ નેતાની ધમકી

admin
1 Min Read

અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન થઈ ચુક્યો છે અને હવે અહીં મંદિર નિર્માણનું કામ પણ શરુ કરવામાં આવનાર છે. ત્યારે આ દરમિયાન ઓલ ઈન્ડિયા ઈમામ એસોસીએશનના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ સાજિદ રશીદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન અને શિલાન્યાસના એક દિવસ બાદ ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશને ભડકાઉન નિવેદનબાજી કરી છે.

એસોસિશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ જણાવ્યું કે, રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવીશું. વિવાદાસ્પદ સ્થળ પર ક્યારેય મંદિર હતું જ નહીં. ત્યાં બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે. રશીદીએ વધુમાં જણાવ્યું કે, ઈસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહેશે. કંઈક બીજું નિર્માણ કરીને મસ્જિદ તોડી શકાય નહીં. મારા મતે બાબરી મસ્જિદ ત્યાં હતી અને તે હંમેશા મસ્જિદ તરીકે ત્યાં રહેશે. મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી પરંતુ હવે આવું થઈ શકે છે. મંદિર તોડીને ત્યાં ફરીથી મસ્જિદ બનાવી શકાય છે. એટલું જ નહીં મૌલાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાક્યું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાને રામ મંદિરના ભૂમિ પૂજનને જઈને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. મહત્વનું છે કે આ પહેલા ઔવેસીએ પણ રામ મંદિરના નિર્માણ તેમજ પીએમ મોદીના કાર્યક્રમને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

Share This Article