ડુંગળીના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, સરકારે લીધો મહત્વનો નિર્ણય

admin
1 Min Read

છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીની વધતી જતી કિંમતના કારણે નારાજગીનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે આ મામલે એક એવો નિર્ણય લીધો છે જેનાથી સંગ્રહખોરી પર બ્રેક લાગશે અને આ કારણથી ડુંગળીના વધતા જતા ભાવ પર પણ બ્રેક લાગશે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ નિર્ણય લીધો છે.

તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવાની આશા છે. સરકાર દ્વારા ડુંગળીનો સ્ટોક લિમિટ પણ નક્કી કર્યો છે. તેના હેઠળ જથ્થાબંધ અને રીટેલ વેપારીઓ માટે અલગ અલગ સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે રિટેલ વિક્રેતાઓ માટે ડુંગળીની સ્ટોક લિમિટને 25 મેટ્રીક ટન અથવા રિટેલ વેપારીઓ માતે 2 મેટ્રિક ટન નક્કી કરી છે. આ સ્ટોક લિમિટ શુક્રવાર 23 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2020 સુધી લાગૂ રહેશે. તો બીજી તરફ સરકારે MMTC લાલ ડુંગળીની આયાત કરવા માટે પણ આદેશ જાહેર કર્યા છે. આદેશ મળ્યા બાદ MMTC જલદી જ તેના માટે ટેન્ડર જાહેર કરશે. સરકારનું કહેવું છે કે 15 ટન ડુંગળીના નિર્યાત હોવાના કારણે દેશભરમાં ડુંગળીની અછત ઓછી થઇ ગઇ છે.

Share This Article