ગુજરાતના યુવાનો જે તહેવારની આખું વર્ષ રાહ જોતા હોય છે તે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં રહેતા ગુજરાતીઓ નવરાત્રીની ગરબા ગાઈને અને દાંડિયા રમીને ઉજવણી કરે છે. હવે નવરાત્રીના તહેવારની ઉજવણીમાં બોલિવૂડ સેલેબ્સ પણ જોવા મળી રહ્યા છે.બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે ચાલી રહેલી નવરાત્રીની ઉજવણી દરમિયાન ગરબા ગાતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વિડીયોમાં પ્રિયંકા ચોપરા છોગાળા તારા ગરબા પર ઝૂમતી જોવા મળી. સાથે જ આ વિડીયોમાં પ્રિયંકા ચોપરાની સાથે સ્ટેજ પર ગરબા સિંગર ફાલ્ગુની પાઠક જોવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે નવરાત્રીની શરૂઆતમાં બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અમદાવાદમાં ગરબા ગાતી જોવા મળી હતી. નવરાત્રીના પ્રથમ દિવસે પ્રિયંકા ચોપરાએ અમદાવાદ આવીને ગરબાની રમઝટ બોલાવી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -