જન્માષ્ટમી જેને ગોકુલ અષ્ટમી પણ કહેવામાં આવે છે…..ગોકુલ અષ્ટમી એટલે.. નટખટ કાનુડાનો જન્મોત્સવ. શ્રાવણ વદ આઠમના દિવસે સમગ્ર ગુજરાત સહીત અનેક જગ્યાએ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે…આ દિવસે લોકોના ધરોમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે….કાનુડાની જન્મ કથા પણ અનોખી છે…
કાનુડાની અનેક લીલાઓ વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ..જેની લીલા તો જન્મ થતાંની સાથે જ શરૂ થઇ ગઈ હતી…..એકના ખોળે જન્મ લીધો તો બીજાના ખોળે ઉછર્યા…શ્રી કૃષ્ણનો જન્મ રાત્રીના ૧૨ વાગે મથુરાની જેલમાં થયો હતો…માતા દેવકી અને પિતા વાસુદેવનું આઠમું સંતાન હતા કૃષ્ણ….જેને કંસના ડરથી વાસુદેવ યમુના નદી પાર કરી નંદબાબા અને માતા યશોદા પાસે મૂકી આવ્યા…જે કથા વિશે સૌ કોઈ જાણે છે….
આ દિવસે રાત્રીના ૧૨ વાગે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે..ઘરો અને મંદિરો ‘નંદ ધેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી’ અને હાથી ધોડા પાલખી જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ગુંજી ઉઠે છે ને વાર્તાવરણ આખું ભક્તિમય બની જાય છે…સૌ કોઈ કાનુડાના રંગમાં રંગાઇ જાય છે…
ગોવાળિયાને માખણ મીસરી તો ખૂબ પ્રિય છે..આ દિવસે ઠેર-ઠેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.બીજા દિવસે પારણાં કરવામાં આવે છે… કાનો કહો કે કાનુડો’ લાલો કહો કે લાલજી..એવા ૧૦૦૦ નામ વાળા વ્હાલાનો જન્મોત્સવ હોય તો સૌ કોઈના મનમાં હરખની હેલી કેમ ન હોય….
