નેશનલ : કોરોનામાં ઘટાડો: દેશમાં નવા 62,224 કેસ સામે આવ્યા

admin
1 Min Read

ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ 19ના કારણે એકવાર ફરીથી 2542 લોકોના મોત થયા છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર 62,224 કેસો સામે આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,96,33,105 થયો છે. જેમાંથી 8,65,432 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,07,628 લોકો કોરોનાથી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોનો આંકડો 2,83,88,100 થયો છે.

તો દેશમાં મૃત્યુના આંકડામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2542 દર્દીઓના દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 379573 થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર ઘટી રહ્યો છે.દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Share This Article