નેશનલ : કોરોના ઈફેક્ટ: દેશની અડધી નોકરીયાત વસ્તી બની દેવાદાર

admin
2 Min Read

વૈશ્વિક કોરોના મહામારીથી પ્રભાવિત લગભગ દરેક દેશ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યો છે. એમાં પણ વિકાસશીલ દેશોની સ્થિતિ વધુને વધુ કફોડી થતી જાય છે. હાલમાં જ દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે કેન્દ્રએ રાહત ફંડની જાહેરાત કરી હતી. એવામાં તાજેતરમાં આવેલા સીઆઇસીના રિપોર્ટમાં પણ દેશની નોકરીયાત વસ્તીને લઇને આવેલા પરિણામો ચિંતા પેદા કરી રહ્યા છે.ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીના એક રિપોર્ટમાં મંગળવારે કહ્યું કે દેશના કુલ 40 કરોડ નોકરીયાત આબાદીના અડધા લોકો દેવાદાર છે. જેમણે ઓછામાં ઓછી એક લોન લીધી છે અથવા તેમની પાસે ક્રેડિટ કાર્ડ છે. ટ્રાન્સયુનિયન સિબિલના રિપોર્ટ મુજબ લોન આપતી સંસ્થાઓ ઝડપથી નવા ગ્રાહકોના સંતૃપ્તિના સ્તરની નજીક પહોંચી રહી છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે એક અનુમાન મુજબ જાન્યુઆરી 2021 સુધી ભારતની કુલ વર્કિંગ આબાદી 40.07 કરોડ હતી, જ્યારે રિટેલ લોન માર્કેટમાં 20 કરોડ લોકોએ કોઈના કોઈ રૂપે લોન લીધી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દશકમાં બેંકોએ રિટેલ લોનને પ્રાથમિકતા આપી. પણ મહામારી બાદ આ સેક્ટરમાં વૃદ્ધિને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. CICના આંકડાઓ મુદબ ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં 18-33 વર્ષની ઉંમરના 40 કરોડ લોકો વચ્ચે લોન માર્કેટની વૃદ્ધિની સંભાવનાઓ છે અને આ સેક્ટરમાં લોનનો પ્રસાર ફક્ત 8 ટકા છે. મહિલા દેવાદારની સંખ્યો ઓટો લોનમાં ફક્ત 15 ટકા, હોમ લોનમાં 31 ટકા, પર્સનલ લોનમાં 22 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં 25 ટકા સુધી છે.

Share This Article