નેશનલ: દેશમાં કોરોનાની સ્થિતિ: કોરોનાના ૧૪ હજારથી વધારે નવા કેસ નોંધાયા

admin
2 Min Read

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,623 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 19,446 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,78,098 પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7643 નવા કેસ અને 77 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં અત્યાર સુધીમાં 99,12,82,283 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

જેમાંથી 41,36,142 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,055 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. તો 1,60,315 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

Share This Article