નેશનલ : દરભંગા વિસ્ફોટ: પાકિસ્તાન અને લશ્કર દ્વારા થયું હતું ફંડિંગ

admin
2 Min Read

બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર ગત 17 જૂનના બપોરે 3:25 વાગે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારે હવે ધીમે ધીમે આ નક્કી થતું જાય છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના ઇશારે જ દેશને ધ્રુજાવવા માટે મોટા કાવતરાને અંજામ આપવામાં આવી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશના કૈરાનાથી ધરપકડ કરવામાં આવેલા સલીમ અને કફીલ નામના બે આરોપીઓની મોટી ભૂમિકા હતી. જાણકારી અનુસાર, આ ઘટનાને અંજામ આપનાર નાસિર અને ઇમરાનને NIAની વિશેષ કોર્ટે 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. NIAની ટીમ હવે તેઓને લઇને દિલ્હી આવી છે. NIAની ટીમને કફીલના પણ 6 દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે. દરભંગા બ્લાસ્ટના કેસમાં એક મોબાઇલ નંબરથી કાવતરાનો ખુલાસો થયો છે.

17 જૂનના રોજ દેશને ધ્રૂજાવવા માટે મોટા કાવતરાનો પર્દાફાશ થઇ ગયો પરંતુ આ કાવતરાના તાર ફરી એકવાર સરહદ પાર સાથે જોડાયેલા મળ્યા છે. આરોપી કફીલને હાલ પટનાના બેઉર જેલમાં મોકલાયો છે. જ્યાંથી NIAની ટીમ તની કસ્ટડી લેશે. NIA સ્પેશિયલ કોર્ટે કાવતરાના મુખ્ય સૂત્રધારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. મહત્વનું છે કે, આ કાવતરાનો માસ્ટર માઇન્ડ ઇકબાલ કાના છે. તેના ઇશારે આ ખૌફનાક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. NIA નું કહેવું છે કે ઘટના માટે હાલ 1 લાખ 60 હજાર રૂપિયાનું ફડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જો આ લોકો પોતાના ઇરાદામાં સફળ થઇ જાય છે તો તેમને કરોડો રૂપિયાની ફંડિંગ મળે છે.

Share This Article