નેશનલ : કેન્દ્ર સરકારની મંજૂરી, આ બે મોટા મંદિરોની દેખરેખ ડ્રોન દ્વારા કરાશે

admin
1 Min Read

સમગ્ર દેશમાં પ્રાચીન મંદિરોની જાળવણી અને તેની સુરક્ષા માટે અનેક મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા, ભુવનેશ્વરને હવે મંદિરની સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને ડ્રોનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ જનરલે માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ, 2021 અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા અને સંશોધન સંસ્થા ભુવનેશ્વરને શરતી મંજૂરી આપી છે. આ પ્રકારની છૂટ મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સહયોગથી ડ્રોન દ્વારા કેન્દ્રીય રૂપથી સંરક્ષિત સ્મારકોનું હવાઈ સર્વેક્ષણ અને ફોટોગ્રામેટ્રી કરી શકાશે.

NISERના કહેવા પ્રમાણે સરકારી મંજૂરી બાદ તે ભુવનેશ્વર ખાતે આવેલા રાજા-રાણી મંદિર અને લિંગરાજ મંદિર ઉપર ડ્રોન દ્વારા મોનિટરિંગ કરશે. આ મંજૂરી મંજૂરીની તારીખથી એક વર્ષની અવધિ માટે અથવા તો આગામી આદેશ સુધી માન્ય છે અને ડીજીસીએ દ્વારા જાહેર કરવામાં આવેલી માનક સંચાલન પ્રક્રિયાઓના નિયમો અને શરતોને આધીન હશે…ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં હરિયાણાને પણ ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ માહિતી સંપાદન, અમૃત શહેરો જેવા કે હિસાર, પંચકુલા અને અંબાલા શહેરી વિસ્તારના વિકાસ માટે મેપિંગ અને મિલકત વેરા સર્વેક્ષણ જેવી માહિતી મેળવવાનો હતો.

Share This Article