અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર જીવલેણ હુમલાની ઘટનાઓ બની રહી છે ત્યારે હવે વધુ એક ગુજરાતી યુવકની હત્યાના સમાચાર સામે આવ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોલંબિયામાં એક ગુજરાતી યુવકનું પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરીને તેની લાશ નદીમાં ફેંકી દેવામાં આવી હતી.
અમેરિકામાં ગુજરાતીઓની હત્યાના બનાવો વધી રહ્યા છે. હવે અમદાવાદના યુવકનું પહેલા કોલંબિયામાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ખંડણીની માંગણી કરીને તેની હત્યા કરવામાં આવી હતી. અમેરિકામાં રહેતો હિરેન ગજેરા તેના મિત્રના પિતાની બર્થડે પાર્ટીમાં ગયો હતો, ત્યાંથી પાછો ન ફર્યો અને એમ્પાલ્મે ટાઉનમાંથી જ આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ 1 લાખ યુએસ ડોલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી. હિરેન ગજરાની હત્યા કર્યા બાદ તેની લાશ નદીમાં ફેંકી દીધી હતી.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાનો 41 વર્ષીય પુત્ર હિરેન ગજેરા વર્ષ 2006માં અમેરિકા ગયો હતો અને અમેરિકાના એમ્પલ શહેરમાં સાગના લાકડાનો વ્યવસાય કરતો હતો. તે વર્ષ 2014માં અમેરિકાથી અમદાવાદ પરત ફર્યો હતો. જોકે તે ગયા વર્ષે માર્ચમાં ફરી અમેરિકા ગયો હતો. તેણે કુએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું. હિરેન ગજેરાના અપહરણ બાદ તેના પરિવારે આતંકીઓએ કરેલી માંગણી અને શરત સ્વીકારી લીધી હતી, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
