પાલનપુર તાલુકાના સુંઢા ગામે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઇ

Jignesh Bhai
1 Min Read

પાલનપુર: પાલનપુર તાલુકાના સુંઢા ગામે જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી ભીખાભાઈ ભૂટકાના ખેતર ઉપર પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી.

જેમાં સૂંઢા ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલી બાબતે કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ કર્યો હતો.

આ તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઈ પ્રજાપતિ, આત્મા પ્રોજેકટના ડાયરેકટર એચ.જે.ઝીંદાલ, નાયબ ખેતી નિયામક- વિસ્તરણ મયુરભાઈ પટેલ તેમજ ગામના સરપંચ મનુભાઈ આંટીયા , ઉદય દલવાડિયા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article