ફિલ્મ દિયા ધ વન્ડર ગર્લનું નવરાત્રિ એન્થેમ રિલીઝ

admin
1 Min Read

નવરાત્રિમાં હવે થોડા જ દિવસ બાકી છે, તમે પણ નવરાત્રિની તૈયારી શરૂ કરી દીધી હશે.માર્કેટમાં પણ નવરાત્રિની ચમક દેખાઈ રહી છે. ત્યારે નવરાત્રિના થોડા દિવસો પહેલા ગુજરાતી ફિલ્મ ‘દિયા ધ વન્ડર ગર્લ’નું નવરાત્રિ એન્થેમ રિલીઝ થયું છે. અપકમિંગ ગુજરાતી સ્પોર્ટ્સ બાયોપિક ‘દિયા ધ વન્ડરગર્લ’નું નવરાત્રિ એન્થેમ રિલીઝ કરી દેવાયું છે.

આ નવરાત્રિ ગીતમાં જાણીતા ગુજરાતી સિંગર જેમના તાલે ગરબા રમવા લોકો રાહ જોતા હોય છે, તેવા પાર્થિવ ગોહિલ અને લાલિત્ય મુનશૉએ અવાજ આપ્યો છે. તો ગીતને જતિન-પ્રતીકે કમ્પોઝ કર્યું છે. ગીતના શબ્દો ઓઝિલ દલાલે લખ્યા છે.

આ નવરાત્રિ એન્થેમમાં ત્રણથી ચાર જાણીતા ગરબા પણ તમને સાંબળવા મળશે. ગીત સાંભળીને તમે અત્યારથી જ નવરાત્રિના માહોલમાં આવી જશો અને તમારા પગ થિરકવા લાગશે.

ઉલ્લેખનીય છે કે દિયા ધ વન્ડરગર્લ એ પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ બાયોપિક છે. જે અમદાવાદની નવ વર્ષની દિયા નામની છોકરી પર બની રહી છે. દિયા પટેલ ટેક્વાંડોમાં માસ્ટર છે. તેણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. અને જુનિયર માર્શિયલ આર્ટ્સ નેશનલમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ બાયોપિકમાં દિયા પોતે જ પોતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન સુરેશ બિશ્નોઈએ કર્યું છે.

Share This Article