કેરળમાં નૌસેનાનું પાવર ગ્લાઇડર દુર્ઘટનાગ્રસ્ત

admin
1 Min Read

કેરળના કોચ્ચિમાં રવિવારે સવારે ભારતીય નૌસેનાનું એક પાવર ગ્લાઇડર નિયમિત ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં લેફ્ટેનન્ટ રાજીવ ઝા અને પૈટી ઓફિસર સુનીલ કુમારનું મોત નિપજ્યુ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ દુર્ઘટના નેવી બેઝની પાસે થોપ્પુમડી પુલનની નજીક થઈ હતી.

દુર્ઘટનાનો શિકાર થયેલા પાવર ગ્લાઇડરે આઇએનએસ ગરૂડથી ઉડાન ભરી હતી. પાવર ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત થતાં દક્ષિણ નેવી કમાન્ડે બોર્ડ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, નૌસેનાના ગ્લાઇડરે નિયમિત પ્રશિક્ષણ દરમિયાન આઇએનએસ ગરૂડથી ઉડાન ભરી હતી.

ગ્લાઇડર લગભગ સવારે સાત વાગ્યે નેવી બેઝની પાસે આવેલ પુલની નજીક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. વધુમાં જણાવાયું છે કે દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ લેફ્ટનન્ટ રાજીવ ઝા અને પૈટી ઓફિસર સુનીલ કુમારને આઇએનએચએસ સંજીવની લઈ જવામાં આવ્યા હતાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હજુ સુધી એ જાણી નથી શકાયું કે દુર્ઘટના પાછળનું કારણ શું હતું. દક્ષિણ નેવી કમાન્ડે હાલ સમગ્ર મામલે બોર્ડ ઓફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.

Share This Article