નવી દિલ્હી કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનો દબદબો

admin
2 Min Read

વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે પહેલીવાર કેબિનેટ વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેના માટે ઔપચારિક રીતે આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે. આ નવા મંત્રી મંડળમાં 43 સાંસદો મંત્રી તરીકે શપથ લેશે જેમાં ગુજરાતમાંથી 3 નવા ચહેરા સાથે 2 વર્તમાન મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ મંત્રી મંડળમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા સાથે હવે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે. પીએમ મોદીના મંત્રી મંડળમાં આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ ગુજરાતની બેઠકોના સાંસદના છે. ગૃહમંત્રી શાહ ગાંધીનગરના સાંસદ તો વિદેશ મંત્રી એસ.જયશંકર રાજ્યસભાના સદસ્ય છે. આમ ગુજરાતનો મોદી મંત્રીમંડળમાં હવે ડંકો વાગશે. આ મંત્રી મંડળ વડાપ્રધાન મોદીનું સોશિયલ એન્જિનિયરીંગ જોવા મળે છે.

નરેન્દ્ર મોદીના સોશિયલ એન્જિનિયરિંગને પારખવામાં સૌ કોઈ થાપ ખાઈ જાતું હોય છે, કોની વરણી કયાં અને કયારે થશે તે કહેવું દર વખતે અઘરૂ હોય છે, નામનો ચર્ચા બીજા કોઈની થાય છે અને સ્થાન બીજા કોઈને મળે છે, રામભાઈ મોકરિયા હોય કે પછી દિનેશભાઈ અનાવાડિયા કે પછી હોય જુગલજી ઠાકોર, આ એવા નામ છે જે કયારેય ચર્ચામાં આવ્યા નથી. આ નામોએ સૌકોઈને આશ્ચર્યમાં મુકી દીધા હતા, આ વખતે પણ ત્રણ નામ અપવાદમાં છે, દેવુસિંહ જેઓ બીજી વાર જ સાંસદ બન્યાં છે અને તેમને મંત્રીમંડળમાં સ્થાન મળવા જઈ રહ્યું છે, આવું જ મહેન્દ્ર મુંજપરાના કેસમાં છે, જેઓ પહેલીવાર જ સાંસદ બન્યાં છે તેમ છતાં તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, તેમનો સમાજસેવાનો અભિગમ જ તેમને કામ આવી ગયો છે.

Share This Article