બોલીવુડ અભિનેતા રણવીર સિંહ બી ટાઉનના એકમાત્ર એવા ફેશન આઇકૉન છે જેમનું સ્ટાઇલ હંમેશાંથી ચર્ચામાં રહે છે. રણવીર સિંહ પોતાના અતરંગી કપડાંથી બધાંને અચંબિત કરી દેતો હોય છે. સ્ટાર પાર્ટીથી લઈને એવૉર્ડ ઇવેન્ટમાં બધાં રણવીરના લૂક્સની આતુરતાથી રાહ જોતાં હોય છે. કારણકે જેટલા એક્સપરિમેન્ટ્સ રણવીરે પોતાના લૂક્સ સાથે કરે છે તેટલા બી ટાઉનમાં ઓછા એક્ટર કરતાં જોવા મળે છે.ફરી એક વાર અભિનેતા રણવીર સિંહે પોતાના બે લાખ રૂપિયાની કિંમતના લૂકથી સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યુ છે. ફેશનને લઇને ચર્ચિત રણવીરના તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાયરલ થયો છે જેમાં તે બરબેરી ટી-શર્ટ અને તેના પર બૉમ્બર જેકેટ, ટ્રેક પેન્ટ્સ અને સ્નીકર્સ પહેરેલા જોવા મળે છે. રણવીરની મોનોગ્રામ સ્ટ્રિપ ટી-શર્ટની કિંમત 33,177 રૂપિયા છે, મોનોગ્રામ બૉમ્બર જેકેટની કિંમત 93,312 રૂપિયા છે, મોનોગ્રામ ટ્રેક પેન્ટ્સની કિંમત 51,480 રૂપિયા છે અને મોનોગ્રામ સ્નીકર્સની કિંમત 33,177 રૂપિયા છે. આ પ્રમાણે ‘પદ્માવત’ના અભિનેતાએ કુલ 2,11,146 રૂપિયાની કિંમતના કપડાં પહેર્યા હતા.આવું પહેલીવાર નથી થયું, જ્યારે રણવીર પોતાની ડ્રેસિંગ સ્ટાઇલને કારણે ચર્ચામાં છવાયો હોય. 33 વર્ષનો આ સ્ટાર આ પહેલા પણ પોતાના મારિયો પોશાખને લઇને ચર્ચાનો વિષય બન્યો હતો.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -