સૈફની ફિલ્મ લાલ કપ્તાનનું નવું પોસ્ટર થયું રિલીઝ

admin
1 Min Read

સૈફ અલી ખાનની આગામી ફિલ્મ ‘લાલ કપ્તાન’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. તેમાં સૈફ બંદૂક સાથે જોવા મળી રહ્યો છે. આ સિવાય તેમની પાછળ ઝોયા હુસેન, માનવ વિજ, દિપક ડોબરિયલ જેવા કલાકારો પણ જોવા મળી રહ્યા છે. આ નવું પોસ્ટર પણ ફિલ્મના ટ્રેલરની જેમ એકદમ ઈન્ટરેસ્ટીંગ છે. આ પોસ્ટર જોયા બાદ ફેન્સમાં આ ફિલ્મ જોવાની એકસાઈટમેન્ટ ઓર વધી જશે.નવદીપસિંહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આનંદ એલ રાય અને ઇરોસ ઇન્ટરનેશનલ ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મ બદલાની વાર્તા હશે અને તે ખજાનાની શોધની આસપાસ ફરશે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધુના રોલમાં જોવા મળશે. જટાધારી સૈફની વધેલી દાઢી, તેના કપડા અને ઈન્ટિમેટ લુક તેના પાત્રને જીવંત બનાવે છે.સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો લાલ કપ્તાન ફિલ્મ બાદ તે ‘જવાની જાનેમન’, ‘દિલ બેચારા’ અને ‘તાનાજી – ધ અનસંગ વોરિયર’ ફિલ્મમાં જોવા મળશે.

 

Share This Article