હિમતનગરમાં નવા રોડ બે મહિનામાં જ તૂટ્યા

admin
2 Min Read

ચોમાસા બાદ ગુજરાતભરનાં રોડ ખખડધજ બની ગયા છે ત્યારે હાલમાં ઘણી જગ્યાઓએ નવા રોડ બનાવાનું શરુ કરી દેવાયું છે. જો કે કોન્ટ્રાક્ટરોની નફો કમાઈ લેવાની વૃતિ અને અધિકારીઓની ટકાવારી લેવાની વૃતિને કારણે નવા રોડ બન્યાના બે મહિનામાં જ તૂટવા માંડ્યા છે. તો સામાન્ય યોજનામાં ગોટાળો કરતા અધિકારો હવે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ ગોટાળો કરતા અચકાતા નથી. હિમતનગર તાલુકાના કેનપુર – બેવંટા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનેલો આ આર.સી.સી રોડ એક મહિના પહેલા બનાવાયો છે. જો કે એક મહિના પહેલા બનાવાયેલા આ રોડમાં સિમેન્ટ એવો વાપરવામાં આવ્યો છે કે હાથની આંગળીથી તમે રોડમાં ખાડો પડી શકો છો. હા, 8૦૦ મીટર જેટલા આર.સી.સી રોડ માટે હિમતનગર બાંધકામ વિભાગે ૨૯ લાખ જેટલી માતબર રકમ ફાળવી દીધી. અને આ રકમ ફળવાયા બાદ પણ રોડ એવો બનાવાયો કે જે એક મહિનામાં જ તૂટવા માંડ્યો. જેને લઈને ગામના લોકો રોષે ભરાયા છે, અને આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી છે.

કેનપુર – બેવંટા ગામનો આ રોડ મહિનામાં જ એમાં થયેલ ગોટાળાને ઉજાગર કરવા માંડ્યા છે. તો શરૂઆતમાં પહોળો બનાવાયેલો આ રોડની પહોળાઈ સરખી રાખવાની જગ્યાએ આગળ જતા સંકડો કરીને ટેન્ડરના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. નોધનીય છે કે હિમતનગર ડીવીજન દ્વારા એક સાથે આવા ૨ કરોડ ૯૦ લાખના ૩ રોડ બનાવાયા છે અને લોકોના જણાવ્યા મુજબ ત્રણેય રોડમાં આ જ પરિસ્થિતિ છે. જો કે રોડ ભંગાર હોવા છતાં જવાબદાર અધિકારી ચોમાસા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.

Share This Article