લગાન, જોધા અકબર, હમ દિલ દે ચૂકે સનમ, જેવી અનેક ફિલ્મોમાં પોતાના કળા નિર્દેશનથી પ્રખ્યાત બનેલા નીતિન દેસાઈને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નીતિન દેસાઈએ તેમના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

દેસાઈની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તેમના જવાથી બોલિવૂડને મોટો ફટકો પડ્યો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દાયકાથી દેસાઈએ તેમના કલા નિર્દેશનથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની કારકિર્દીની શરૂઆત 1942માં ફિલ્મ ‘અ લવ સ્ટોરી’થી થઈ હતી.
નીતિન દેસાઈનો કર્જતમાં એક સ્ટુડિયો હતો. તે તેના વૈભવ માટે પ્રખ્યાત હતો. હવે આ સ્ટુડિયોમાં તેમની આત્મહત્યાથી ઘણા લોકોને મોટો આઘાત લાગ્યો છે. તેમણે માત્ર હિન્દી જ નહીં પરંતુ મરાઠી અને અન્ય ભાષાઓમાં પણ ફિલ્મો માટે આર્ટ ડિરેક્શન કર્યું હતું.
નીતિન દેસાઈની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેમણે 1942 અ લવ સ્ટોરી, હમ દિલ દે ચૂકે સનમ, માચીસ, દેવદાસ, લગાન, જોધા અકબર જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. નીતિન દેસાઈ મરાઠી અને હિન્દી સિનેમાનું મોટું નામ હતું. તેમના નિધનથી બોલિવૂડ, મરાઠી ફિલ્મ અને થિયેટર ઉદ્યોગમાં ઘણા લોકો માટે આઘાત લાગ્યો છે. દેસાઈની અચાનક વિદાય એ મોટો ફટકો હોવાનું કહેવાય છે.
