Connect with us

અમદાવાદ

શહેરમાં 3 લાખ વાહનોમાં નથી HSRP નંબર પ્લેટ, 1000 રુપિયા સુધીનો દંડ ફટકારાશે

Published

on

અમદાવાદમાં એચએસઆરપી નંબર પ્લેટ વગરના આશરે 3 લાખ વાહનો છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોવા છતાં આટલી મોટી સંખ્યામાં વાહનોને  HSRP નંબર પ્લેટ લગાડવાની બાકી છે. સરકાર દ્વારા મહિનાઓ સુધી તમામ વાહન ચાલકોને પરિપત્રો જાહેર કરી જાણ કરવામાં આવી કે હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ વાહન પર લગાડવી. ત્યારે હવે આરટીઓ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો પાસેથી 1000 રૂપિયા સુધીના દંડની વસૂલાત કરવામાં આવશે. સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે કલેક્ટર અને પોલીસ સહિતના ડિપાર્ટમેન્ટ પત્ર દ્વારા લખીને જણાવ્યું છે કે, જો હવે સરકારી વાહનોમાં પણ HSRP નંબર પ્લેટ નહીં હોય તો તેમની પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે… સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આઠ વખત નંબર પ્લેટ લગાડવાની મુદત વધારવામાં આવી છે. ત્યારે આ વખતે સરકાર દ્વારા મુદત વધારવા માટે કોઇ જાહેરાત ન થતા આરટીઓ દ્વારા HSRP નંબર વગરના વાહન ચાલકો પાસેથી દંડ વસૂવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કોઇ HSRP નંબર પ્લેટ વગરનું વ્હીકલ ફરતું જોવા મળશે તો તેને રોકીને તેની પાસેથી વધુમાં વધુ 1000નો દંડ ફટકારાશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

અમદાવાદ

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

Published

on

By

કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત બહુચર્ચિત ફિલ્મ “હિન્દુત્વ તેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” 7 ઓક્ટોબર, 2022ના રોજ રીલિઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલરને એક જ દિવસમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, તો બીજી તરફ ફિલ્મનું દમદાર ટાઇટલ સોન્ગ હિન્દુત્વ હૈ ખૂબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. જી મ્યુઝીક પરથી રિલીઝ આ ગીતને અત્યાર સુઘી 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે.

ફિલ્મ “હિન્દુત્વ”ના પ્રમોશનને લઇને સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા આશીષ શર્મા, અભિનેત્રી સોનારિકા ભાદૌરિયા અને અંકિત રાજે પ્રોમોશનલ એક્ટિવિટી માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રગુણભારતના સચિન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તમામે મીડિયા સાથે ખુલ્લા મને વાતચીત કરી અને આ ફિલ્મના સબ્જેક્ટ, વાર્તા અને સંગીતને લઇને પોતાની લાગણીઓ અને અનુભવો વહેંચ્યા હતા.

ફિલ્મના પ્રોડ્યુસર સચિન ચૌધરીએ જણાવ્યું કે અમને દર્શકો પર વિશ્વાસ છે કે લોકો “હિન્દુત્વ” જોવા જરૂર જશે. તેના ટ્રેલર અને ટાઇટલ ગીત બાદ લોકોમાં વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે. હિન્દુત્વ એટલો ઉંડો વિષય છે કે બે-અઢી કલાકની ફિલ્મમાં તેને સમાવી શકાય નહી, તેથી તેનું નામ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં” રાખવામાં આવ્યું છે, અને ટૂંક સમયમાં જ તેનો પાર્ટ 2 પણ આવશે.

આગામી ફિલ્મ “હિન્દુત્વ” પોતાના ટાઇટલને લઇને ચર્ચાંમાં રહી છે. અનૂપ જલોટાએ હિન્દુત્વમાં ન માત્ર એક ભજન ગાયુ છે, પરંતુ એક્ટિંગ પણ કરી છે. જયકારા ફિલ્મ્સ અને પ્રગુણભારત દ્વારા નિર્મિત આ ફિલ્મ કરણ રાજદાન દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત છે. ફિલ્મમાં આશીષ શર્મા, સોનારિકા ભદૌરિયા, અંકિત રાજ, ગોવિંદ નામદેવ, દીપિકા ચિખલિયા, અનૂપ જલોટા, અગસ્ચ આનંદ, સતીશ શર્મા જેવા પ્રતિભાશાળી કલાકાર છે. ફિલ્મના નિર્માતા કરણ રાજદાન, સચિન ચૌધરી, કમલેશ ગઢિયા, સુભાષ ચંદ અને જતિન્દ્ર કુમાર છે. ફિલ્મના સહ નિર્માતા સુમિત અદલખા છે.

Continue Reading

અમદાવાદ

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

Published

on

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

 

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાની લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી ૨૦૨૨નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા નું સંચાલન કરાયું હતું. તેમાં જાહેરનામાથી લઈને મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

સ્કૂલમાંથી જ બાળકો ચૂંટણી પ્રક્રિયા જાણે તે જ આશયથી આ શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમ નું આયોજન વિશેષ પ્રકારે કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારો માં અને નિર્ણયો માં ભાગીદાર થાય.

Children's parliament election was held in Lapkaman Primary School with the aim of making the children understand the process of democracy

ત્યારે આજ હેતુસર લપકામણ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણી પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ચૂંટણી માટે શાળાના વિદ્યાર્થીઓએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ચૂંટણી પૂરી થતા અલગ અલગ ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી

Continue Reading

અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

Published

on

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

એ વાત કોઈથી છૂપાયેલી નથી કે ડ્રાય સ્ટેટ ગુજરાતના અમદાવાદીઓ પોતાના હાર્ડ ડ્રિંક્સ (Hard Drink)ની મજા માણવા માટે રાજસ્થાનના ગોવા, ઉદયપુર અને માઉન્ટ આબુ જેવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને વાહનો ચલાવે  છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) દ્વારા પૂરી પાડવામાં આવેલા લાઇસન્સને રિજેક્ટ કરવાના આંકડાઓ જોઈએ તો 2021માં આરટીઓ દ્વારા સસ્પેન્ડ  કરવામાં આવેલા લાઇસન્સમાંથી 30 ટકા લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા ટૂરિઝમ હોટસ્પોટ્સમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવા અથવા સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત અમદાવાદીઓના છે. એકવાર પકડાયા પછી તેમના લાઇસન્સ નંબર  સંબંધિત રાજ્યોમાંથી અમદાવાદની આરટીઓમાં  મોકલવામાં આવે છે.

30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!

ARTO વિનીતા યાદવે જણાવ્યું હતું કે, “કુલ સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સમાંથી અમદાવાદીઓ અન્ય નિયમ ઉલ્લંઘન ઉપરાંત રાજ્યની બહાર દારૂ પીને ડ્રાઇવિંગ અને સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરવામાં 20%થી 30% હિસ્સો ધરાવે છે.” પ્રાદેશિક પરિવહન અધિકારી આર. એસ. દેસાઈએ જણાવ્યું હતું કે, “અમે ગુનેગારને સાંભળ્યા બાદ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. ગુનેગારને એક તક આપવામાં આવે છે અને જો ઉલ્લંઘન યોગ્ય કે વેલિડ હોય તો અમે તેમને છોડી દઈએ છીએ.”

Continue Reading
Uncategorized11 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized11 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized11 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized12 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized12 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized12 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized13 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending