જંગલ સફારી માટે હવે નહીં જવું પડે આફ્રિકા

admin
1 Min Read

નર્મદાના કેવળીયા કોલોની ખાતે આવેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રવાસીઓમાં લોકપ્રિય બની ગયું છે આમ તેની લોક પ્રિયતામાં વધારો કરવા માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં એક જંગલ સફારી પાર્ક બને તેવો વિચાર રજૂ કર્યો હતો. આમ નરેન્દ્ર મોદીના આ વિચારને માત્ર 6 મહિના જેટલા ટૂંકા ગાળામાં તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસ સાતપુડાની ગિરી કંદરાઓ વચ્ચે 375 એકરમાં 300 મીટર અને તેનાથી પણ વધુ ટેકરા વાળા વિસ્તારમાં 186 પ્રજાતિના 1500થી વધુ  પ્રાણીઓ અને દેશ વિદેશના પક્ષીઓને જંગસ સફારી પાર્કમાં લાવવામાં આવશે. આ પાર્કમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશોમાંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહીત ના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવામાં આવ્યા છે. આ સાથે સક્કરબાગ ઝુ અને જુનાગઢ ઝુમાંથી સિંહ અને સિંહણ સાથે વધ, ચિત્તો સહિતના અન્ય પ્રાણીઓ આ પાર્ક માં લાવવામાં આવ્યા છે. ત્યારે આ પાર્કનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવારના રોજ કરવામાં આવશે

 

Share This Article