Connect with us

ગુજરાત

ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

thesquirrel squirrel

Published

on

કોરોના માસ્ક લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં નેતાઓ માટે માસ્કની દંડ ઘટાડવામાં આવી છે. નેતાઓને કોરોના દંડમાં રાહત આપવામાં આવી છે. વિધાનસભામાં નેતાઓને દંડમાં મોટી રાહત અપાઇ છે.

વિધાનસભામાં માસ્ક વિના ઝડપાયા તો રૂપિયા 500 દંડ વસૂલવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકો માટે માસ્કનો દંડ એક હજાર રૂપિયા છે. વિધાનસભામાં આવેલી તમામ કચેરીના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. હવે વિધાનસભામાં પ્રવેશ બાદ જો કોઈ ધારાસભ્ય, મંત્રી, અધિકારી માસ્ક વિના ઝડપાયા તો 500 રૂપિયા દંડ ભરવો પડશે.

કોરોનાના સંક્રમણને જોતા હવે વિધાનસભા સંકુલમાં માસ્કને લઇને ચેકિંગ થશે. મહત્વનું છે કે, રાજ્યમાં માસ્ક દંડ પેટે સરકારે અધધ નાણાં ઉઘરાવ્યા છે. ડિસેમ્બર 2020 સુધી 23 લાખ 31 હજાર 068 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. સરકારે કુલ 114 કરોડ 12 લાખ 79 હજાર 780 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં અમદાવાદમાં 5,04,828 લોકો પાસેથી કુલ 30.07 કરોડ રૂપિયા દંડ વસૂલાયો છે. જ્યારે સુરતમાંથી રૂ.11.88 કરોડ દંડ, વડોદરામાં 9.67 કરોડ, ખેડામાં રૂ,8.78 કરોડ, મહેસાણામાંથી રૂ.5.05 કરોડ અને રાજકોટમાંથી રૂ.2.79 કરોડનો દંડ વસૂલાયો છે.

સાબરકાંઠા

સાબરકાંઠા કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

Avatar

Published

on

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ તાલુકામાં હાલમાં કોરોના સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. જેના કારણે વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોના સંક્રમણ રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેને લઇ વડાલીમાં આવેલું માર્કેટયાર્ડ આઠ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડાલીમાં કોરોના સંક્રમણ અટકાવવા માર્કેટયાર્ડ ૨૬ એપ્રિલથી ૨જી મે સુધી બંધ રાખવાનો નિર્ણય બજાર સમિતિ દ્વારા લેવામા આવ્યો છે.

 

માર્કેટ યાર્ડમાં આજુબાજુથી ખેડૂતો માલના વેચાણ માટે આવતા હોય છે અને ભીડ ભેગી થાય છે. તેથી સંક્રમણ ન થાય તે માટે માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  જેમાં આઠ દિવસ માર્કેટયાર્ડમાં વેપાર-હરાજી-ખરીદી બંધ રહેશે. ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોને માસ્ક તેમજ સમજ પણ આપવામાં આવી રહી છે.

Continue Reading

રાજકોટ

રાજકોટ : તરબૂચ અને સંતરાનું વિતરણ કરવામાં આવ્યું

Avatar

Published

on

ધોરાજીમા દિવસને દિવસે કોરોના મહામારી લોકોને ભરડા લઈ રહી છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો પણ જોવા મળે છે ત્યારે આ કોરોના સંક્રમિત થયેલ દર્દીઓની યુનીવીટી એટલે તંદુરસ્તી સારી રહે તે માટે ધોરાજીના માન બિલ્ડરના વિપુલભાઈ તથા હરકીશનભાઈ માવાણી અને કે પી માવાણી દ્વારા આજરોજ હોસ્પિટલમા સંતરા તથા તરબૂચનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરાજી સરકારી હોસ્પિટલના દર્દીઓને વિના મૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું.  આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલના અધ્યક્ષ તથા હોસ્પિટલ સ્ટાફ તથા માન બિલ્ડરના વિપુલ ભાઈ, હરકીશન ભાઈ માવાણી, કે પી માવાણીની ઉપસ્થિતમા તરબૂચ અને સંતરાનુ વિતરણ કરવામા આવ્યું હતું.

Continue Reading

રાજકોટ

રાજકોટ : જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

Avatar

Published

on

વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર કોરોના મહામારીથી વધુ પ્રભાવીત ગુજરાત થયું છે. દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યા ઘટનાના બદલે વધતી જાય છે. મોતનો આંક પણ વધતો જ જાય છે. જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં સ્મશાનમાં દરરોજ ૧પથી  વધુ અગ્નિદાહ અપાય છે. કોરોના ગ્રામ્ય વિસ્તારમાં પણ વકરી રહ્યો છે. તેમાં પણ ઓકસીજનની પરીસ્થિતી ખુબ ખરાબ થઇ ગઈ છે. હોસ્પીટીલમાં જે દર્દીનું ઓકસીજન લેવલ ૯પ જેટલું હોય તેનેજ દાખલ કરવામાં આવે છે તેનાથી નીચે લેવલ હોય તે બિચારા ભગવાન ભરોસે રહે છે.

 

 

હોસ્પીટલોમાં પણ જગ્યા ન હોય દર્દીઓ હેરાન થાય છે. આવી પરિસ્થિતી વચ્ચે શહેરના અમરધામ, રૈયારાજ-૧ વિસ્તારમાં રહેતા જેઠુરભાઇ ઓઢભાઇ વાળાએ અનેરી સેવાની જયોત જલાવી છે. જેમાં પોતાના બંગલાને જ હોસ્પીટલ બનાવી ત્યાં આવનાર દર્દીઓ માટે ઓકસીજનની પણ સગવડ કરી રાખી છે. અહી આવનારે કોઇપણ જાતનો ચાર્જ ચુકવવાનો રહેતો નથી જમવા રહેવાની સગવડ પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. દર્દીની સાથે તેના સગાને પણ વિનામુલ્યે કરી આપવામાં આવે છે. દર્દીની સાથે  તેના સગાને પણ સગવડ અપાય છે. અહિં ડોકટરની પણ વિઝીટ કરાવવી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય હોસ્પીટલોમાં બેફામ ભાવો લેવામાં આવે છે ગરીબ

Continue Reading
સાબરકાંઠા2 weeks ago

સાબરકાંઠા કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

રાજકોટ2 weeks ago

રાજકોટ : તરબૂચ અને સંતરાનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ2 weeks ago

રાજકોટ : જેતપુરમાં સેવાની જયોતઃ પોતાના બંગલામાં હોસ્પિટલ શરૂ કરી

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : હાલોલમાં ૩૦ એપ્રિલ સુધી ૨ વાગ્યા પછી દુકાનો સંપૂર્ણ બંધ

પંચમહાલ2 weeks ago

પંચમહાલ : દૂકાનદાર-લારી- ગલ્લાધારકોનું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : કોંગ્રેસના ધારાસભ્ય જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા

બનાસકાંઠા2 weeks ago

બનાસકાંઠા : મુખ્ય કોવિડ હોસ્પિટલ થઈ હાઉસફુલ

અમરેલી2 weeks ago

અમરેલી : બગસરા શહેરમા કોવિડ સેન્ટર શરૂ કરવા આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

બનાસકાંઠા4 weeks ago

બનાસકાંઠા : આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીની થશે શરુઆત

અમદાવાદ4 weeks ago

ગુજરાત : રેમડેસીવીર ઈન્જેક્શન લઈ દર્દી ઘરે જઈ શકશે, હવે 3 લેયર માસ્ક 1 રુપિયામાં મળશે

જામનગર4 weeks ago

જામનગર : જામનગરમાં રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન

ગુજરાત4 weeks ago

રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ખાઈ રહ્યાં છે ધૂળ

સુરત4 weeks ago

સુરત : આવી તે કેવી કપરી સ્થિતિ કે વેન્ટિલેટર નથી મળતાં, સ્મીમેરમાં દર્દીઓને મલ્ટીલેવલ પાર્કિંગના બીજા માળે રાખવા પડ્યા

નેશનલ4 weeks ago

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના કરાશે પાસ

પાટણ4 weeks ago

પાટણ : કોરોનાનું સંક્રમણ વધતું જતાં હવે ઉછાળારુપ કેસને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ ભણી આગળ વધી

Uncategorized4 weeks ago

મહેસાણા : મહેસાણામાં વેપારીઓએ લીધો મહત્વનો નિર્ણય

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.