નોરાનો વિડિઓ થયો વાયરલ

admin
1 Min Read

ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક સ્થાન બનાવ્યું છે. નોરા ફતેહી ઘણા સોન્ગમાં બેક-ટૂ-બેક દેખાઇ ચુકી છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હમણાંજ નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર એક વિડીઓ પોસ્ટ કર્યો હતો. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી એરપોર્ટના વ્હીકલ પર બેઠેલી છે આ પછી, તે અચાનક નીચે ઉતરી દોડવા લાગે છે.વિડીઓમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે.તાજેતરમાં જ નોરા ફતેહી જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’ના ગીત’ ઓ સાકી સાકી ‘માં જોવા મળી હતી. આ સિવાય તે વિકી કૌશલની સાથે મ્યુઝિક વીડિયો પછતાઓગેમાં પણ જોવા મળી હતી. નોરા ફતેહીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે રેમો ડીસુઝાની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં જોવા મળશે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર અભિનીત આ ફિલ્મ જાન્યુઆરી 2020 માં રિલીઝ થશે.

Share This Article