કોરોના બાદ હવે સેનિટાઈઝરનો જન્મ!

admin
1 Min Read

કોરોના વાયરસ મહામારી સમયે લોકડાઉનમાં લોકો ઘરમાં બંધ છે. આવા સમયે કોરોના અને સેનિટાઈઝર બે જ નામ સોશિયલ મીડિયાથી લઈ ટીવી ચેનલોમાં તેમજ સમાચાર પત્રોમાં જોવા મળે છે. કોરોના વાયરસે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. ત્યારે સેનિટાઈઝર બચાવની આશા છે.

તેવામાં ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જન્મેલા નવજાત શિશુનું તેના પરિજનોએ નામ સેનિટાઈઝર રાખ્યું છે. મળતી માહિતી મુજબ, સહારનપુરમાં મોહલ્લા વિજય વિહાર કોલોનીમાં રહેતા ઓમવીર સિંહ મોબાઈલ રીચાર્જનું કામ કરે છે. તેની પત્ની મોનિકાએ સહારનપુરની શારદાનગર કોલોનીમાં હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે.

દંપત્તિએ પોતાના નવજાત પુત્રને હાથમાં લઈ સેનિટાઈઝર નામથી બોલાવ્યો. તે સમયે હોસ્પિટલમાં હાજર ડોક્ટર અને નર્સોએ આ નામ સાંભળીને તાળીઓ વગાડી હતી અને તેનું સ્વાગત કર્યું હતું.  દંપત્તિનું કહેવું છે કે, કોરોના મહામારી વચ્ચે પુત્ર જ તેમની આશા છે. કેમકે આજે આખી દુનિયા જે અજાણ ખતરા સામે લડી રહી છે ત્યારે તેની સામે બચવાની ભૂમિકા સેનિટાઈઝર કરી રહ્યું છે.

આવી સ્થિતિમાં પુત્રનું આવું નામ રાખવું તેમને ઉચિત લાગ્યું હતું. તેનું આ નામ ભવિષ્યમાં પણ દેશહિતમાં લેવાયેલા લોકડાઉનના પગલાની યાદ અપાવશે. મહત્વનું છે કે, આ પહેલા એક નવજાત શિશુનું નામ કોરોના રાખવામાં આવ્યું હોવાના અહેવાલ સામે આવી ચુક્યા છે.

Share This Article