રાંધણ ગેસને લઈ ઓઈલ કંપનીઓ કરી શકે છે જાહેરાત

admin
1 Min Read

નવું વર્ષ શરૂ થવાને હવે એક જ અઠવાડિયું બાકી છે. વર્ષ 2021ની શરૂઆત થતાની સાથે જ આપણા જીવનમાં અનેક બદલાવ આવશે. આમાથી અમુક બદલાવ એવા છે જેની સીધી અસર આપણા જીવન પર થશે. લગભગ તમામના રસોડામાં ઉપયોગ થતા એલપીજી સિલિન્ડરને લઈને પણ ખાસ બદલાવ થઈ શકે છે.

એવી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ બહુ ઝડપથી દર અઠવાડિયે બદલાશે. ડિસેમ્બરમાં અત્યાર સુધી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારે થયો છે. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

પ્રથમ ડિસેમ્બર બાદ 15મી ડિસેમ્બરના રોજ પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પ્રથમ પખવાડિયા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ અને ફોરેન એક્ચેન્જ રેટના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક સુત્રોનું કહેવું છે કે ઓઇલ કંપનીઓ હવે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે નક્કી કરવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલવામાં આવી રહ્યા છે, આ પ્રક્રિયામાં કોઈ સમસ્યા નથી આવી રહી. આથી શક્યતા છે કે એલપીજી સિલિન્ડરના ભાવ અઠવાડિયે બદલાવામાં આવે તો કોઈ સમસ્યા નહીં આવે. જોકે, આ અંગે કોઈ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. હાલ દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમત બદલવામાં આવે છે.

Share This Article