લૂંટારૂઓ પર ભારે પડ્યું વૃદ્ધ દંપતિ

admin
1 Min Read

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના બહાદુર દંપતીનો વીડિયો વાયરલ થયો. જ્યારે દંપતી રાત્રે તેમના ફાર્મ હાઉસ પર હતુ ત્યારે તેમની પર હથિયારબંધ લૂંટારુઓએ હુમલો કર્યો.75 વર્ષના પતિ અને 68 વર્ષીય પત્ની દ્વારા નીડરતા પૂર્વક લૂંટારુઓનો સામનો કર્યો. અને લૂંટારુઓને માર મારીને ભગાવ્યા હતા.જ્યારે 75 વર્ષીય પતિ ખુરશી પર બેઠેલો હોય છે ત્યારે લૂંટારુઓ રૂમાલ વડે તેનું ગળું દબાવવા પ્રયત્ન કર્યો હતો. વૃદ્ધ પતિ બુમ પાડે છે ત્યારે પત્ની આવી અને લૂંટારુઓનો સામનો કર્યો હતો.વૃદ્ધનુ જે લૂંટારુએ ગળુ દબોચીને રાખ્યુ હતુ તે મુકી અને દોડે છે ત્યારે ટેબલ અને ખુરશી વડે લૂંટારુઓને વૃદ્ધ દંપતી માર મારે અને નીડરતા વડે પોતાનો જીવ બચાવ્યો હતો.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને આ વીડિયો વાયરલ થયો. અમિતાબ બચ્ચને પણ આ વીડિયોને ટ્વીટ કર્યો.

Share This Article