31 મેના રોજ પીએમ મોદી કરશે મન કી બાત, આ જ દિવસે લોકડાઉન-4 થવાનું છે પૂરુ

admin
2 Min Read

દેશને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે લોકડાઉનના ચોથા ચરણની શરુઆત થઈ ચુકી છે. .લોકડાઉનનું ચોથુ ચરણ 31 મેના રોજ ખતમ થઈ રહ્યું છે. ત્યારે 31મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત પણ કરશે.

આ અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે આપી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી આ દિવસે ‘મન કી બાત’ના માધ્યમથી કોરોના પર દેશની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે.

પીએમ મોદીએ સોમવારે સવારે આ વિશે ટ્વીટ કરી અને જનતા પાસે સૂચનો આપવા અપીલ કરી. વડાપ્રધાને પોતાની ટ્વીટમાં લખ્યુ, 31 મે એ થનારી મન કી બાત કાર્યક્રમ માટે હુ આપના સૂચનોની રાહ જોઈશ.

તે માટે 1800-11-7800 પર મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકાય છે. સાથે જ નમો એપ અથવા myGOV પર લખી શકાય છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ મહાસંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી મન કી બાત હશે જે તેઓ લોકડાઉનમાં જ સંબોધિત કરશે.

India Prime Minister Narendra Modi walks to receive Sultan of Brunei Darussalam Sultan Hassanal Bolkiah prior to a bilateral meeting on the sidelines of ASEAN-INDIA Commemorative Summit in New Delhi on January 25, 2018. – New Delhi is hosting the India-ASEAN commemorative summit, which will be attended by 10 heads of state and government including Myanmar’s Aung San Suu Kyi. (Photo by PRAKASH SINGH / AFP) (Photo credit should read PRAKASH SINGH/AFP via Getty Images)

અગાઉ પીએમ મોદી માર્ચ, એપ્રિલ મહિનાના અંતમાં દેશાવાસીઓ સાથે વાત કરી ચૂક્યા છે. દેશમાં લૉકડાઉન 4.0નું એલાન થઈ ચૂક્યુ છે, જે 31 મે સુધી લાગુ રહેશે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે પોતાના મન કી બાતમાં કંઈક કહી શકે છે.

Share This Article