ચોથના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો

admin
1 Min Read

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોકમેળાનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે આ તકે મંદિરના મહંત શ્રી ઓઘડ પરી ગોસ્વામી દ્વારા ભીડભંજન મહાદેવના મંદિરમાં શણગાર કરવામાં આવેલ વહેલી સવારથી મહંત દ્વારા આરતી પુજા કરીને ભકિત મય વાતાવરણ વચ્ચે જય ભીડભંજન મહાદેવ નારાથી મંદિર ગુંજી ઉઠેલ આ તકે મંદિરના પુજારી ઓઘડ પરી બાપુએ જણાવ્યું હતું કે,આ મેળાનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા કરીને ખુલ્લો મૂકવામાં આવેલ છે ત્યારે બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોએ ભીડભંજન મહાદેવ દાદા ના દર્શન કરવા માટે અહીં ધસી આવેલ અને મેળાની મોજ માણતા પણ જોવા મળ્યા હતા અહીં  સવારથી સાંજ સુધી મેળોઆ એક દિવસ નો યોજાય છે  આ મેળોમા બધી જ વસ્તુઓ મળે છે  ત્યારે હાલ આ મેળામાં બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સાહેબ તેમજ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ આ મેળામાં રાજકીય આગેવાનો તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત લોકોએ ભીડભંજન મહાદેવ ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Share This Article